VIDEO: કોર્પોરેશનની સુરક્ષામાં જ ‘દીવા તળે અંધારું’
સોર્સ : gstv
જોધપુરમાં યુવતી સાથે રેપની ઘટના બાદ અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડના વેરિફિકેશનને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. અમદાવાદ મનપાની અલગ-અલગ પ્રિમાઇસિસમાં આશરે 3 હજાર 900 સિક્યુરિટી સ્ટાફ ફરજ બજાવે છે, જેમાંથી 40 જેટલા કર્મચારીઓનું હજુ સુધી વેરિફિકેશન થયું નથી. ચોંકાવનારી વાત એ છે કે આ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી વેરિફિકેશન વગર જ ફરજ બજાવી રહ્યા હોવાનો દાવો છે. નવેમ્બર 2025માં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ બદલાયા બાદ પણ વેરિફિકેશનની પ્રક્રિયા અધૂરી રહી છે. કરોડોના ખર્ચ વચ્ચે સુરક્ષા કર્મચારીઓના વેરિફિકેશનમાં બેદરકારી સામે આવતા મનપાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

