VIDEO: અમદાવાદમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં બંને આરોપીઓને કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી
સોર્સ : gstv
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ કેસમાં ચુકાદો આપતા બે આરોપીઓ અબુઝર ખાન પઠાણ અને મોહમ્મદ ઝૈદ શેખને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૪માં શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં આરોપીઓએ સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બન્યા બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો, જેમાં ડીએનએ રિપોર્ટથી અબુઝર ખાન જૈવિક પિતા હોવાનું પૂરવાર થયું હતું. કોર્ટે ૪૮ સાક્ષીઓ અને ૧૪ પુરાવા ધ્યાને લઈ, પોક્સો એક્ટ હેઠળ આકરી સજા સંભળાવી છે.

