Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Corporation's incompetence in Ahmedabad's longest bridge

VIDEO: AMCની બેદરકારી આવી સામે, વન વિભાગની જમીન પર કર્યું પુલનું નિર્માણ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં ઘણા નવા નવા બ્રિજનું નિર્માણ થતું રહેતું હોય છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અનાવડત છતી થઈ છે. શહેરના સૌથી લાંબા એવા 2.5 કિ.મી.ની લંબાઈના નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજની બાબતમાં તંત્રની બેદરકારી જોવા મળી છે. 

App Store

બ્રિજ નિર્માણમાં કેટલીક જગ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની

નરોડા પાટિયા બ્રિજ નિર્માણમાં કેટલીક જગ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોવાનું જણાયું છે. જે બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જમીનના બદલામાં કોર્પોરેશન પાસેથી જમીનની માગ કરી છે. Amc ફોરેસ્ટ ખાતાને જમીન ન આપે ત્યાં સુધી ફ્લાય ઓવરનું કામ પૂર્ણ થશે નહીં. 

શહેરનો સૌથી લાંબો બ્રિજ છે

197.98 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ બ્રિજ નરોડા પાટિયાથી લઈ ગેલેક્સી સુધીનો શહેરનો સૌથી લાંબો બ્રિજ છે, અને તેમાં જ કોર્પોરેશનની આવી બેદરકારી સામે આવતા તે એક શરમજનક બાબત બની છે.