VIDEO: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ મલ્ટિલેવલ પાર્કિંગ ભાડે આપતા વિવાદ, સ્ટંટ યોજાયા
સોર્સ : gstv
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલું મલ્ટિલેવલ પાર્કિંગ હાલ ભારે વિવાદમાં સપડાયું છે. વાહનોના પાર્કિંગ માટે બનાવવામાં આવેલા આ મલ્ટિલેવલ પાર્કિંગના ટોપ ફ્લોરને ખાનગી ઇવેન્ટ માટે ભાડે આપી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. આ ખાનગી કાર્યક્રમ દરમિયાન કાર અને બાઇક વડે જોખમી સ્ટંટ પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય જનતા માટે ફાળવવામાં આવેલી મિલકતને આવી ખાનગી ઇવેન્ટ અને સ્ટંટ માટે મંજૂરી કઈ રીતે આપવામાં આવી, તેને લઈને તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધિકારીઓ અને મંજૂરી આપનાર સત્તાધીશો સામે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

