Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Controversy flares up after Congress gives ticket to Soeb Ali Rajput in Vatwa ward

VIDEO: વટવા વોર્ડમાં કોંગ્રેસ દ્વારા સોએબઅલી રાજપૂતને ટિકિટ અપાતા વકર્યો વિવાદ, શહેર પ્રમુખે કર્યો બચાવ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના વટવા વોર્ડમાં કોંગ્રેસ દ્વારા સોએબઅલી સાબિરઅલી રાજપૂતને ટિકિટ અપાતા વિવાદ વકર્યો છે. ઉમેદવાર સોએબઅલી અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં અને તેમના પિતા ભાજપના કાર્યક્રમોમાં દેખાયા હોવા છતાં ટિકિટ મળતા સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ છે.

App Store

આ મામલે કાર્યકરોએ ભરતસિંહ સોલંકી અને શહેર પ્રમુખ સોનલ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે સોનલ પટેલે બચાવ કરતા જણાવ્યું કે સોએબઅલી છેલ્લા ત્રણ મહિનાથી સંગઠનમાં સક્રિય હોવાથી ટિકિટ અપાઈ છે. વટવામાં નવા નિશાળીયાને પ્રાધાન્ય મળતા પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને વિરોધની આગ ભભૂકી ઉઠી છે.