VIDEO: અમદાવાદ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારને લઈને વિવાદ વકર્યો, સ્થાનિકોએ કર્યો વિરોધ
સોર્સ : GSTV
અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર શેખ રમીઝરાજા અબ્દુલ અઝીઝને લઈને વિવાદ વકર્યો છે. વર્ષ 2024માં કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે પક્ષમાંથી રાજીનામું આપીને અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયેલા રમીઝ શેખને ફરી કોંગ્રેસે ટિકિટ આપતાં સ્થાનિક કાર્યકર્તાઓ અને વોર્ડના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે
સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે અને કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ રમીઝ શેખને જીતવા નહીં દઈએ તેવો પ્રચાર કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલએ બચાવ કરતાં કહ્યું કે રમીઝ શેખ એનએસયુઆઈના કાર્યકર્તા હતા. તેથી પક્ષમાં ફરી જોડાવવાની જરૂર નથી.

