VIDEO: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વીડિયો વાયરલ બાદ વિવાદ વધુ ઘેરાયો
સોર્સ : gstv
અમદાવાદના વસ્ત્રાલ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફરી વિવાદ ઊભો થયો છે. રજાના દિવસે મહિલાઓ સાથે યુવકો નહાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચ્યો છે. વીડિયો બાદ કોન્ટ્રાક્ટરની કાર્યવાહી પણ વિવાદમાં આવી છે. શકના આધારે ત્રણ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન રદ કરાયા હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના નેતાએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે દસ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધની ચીમકી આપી છે.

