Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Congress's show of strength in Lambha; A huge bike rally was taken out in Lambha ward under the leadership of leader Amit Chavda

VIDEO: લાંભામાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન; લાંભા વોર્ડમાં નેતા અમિત ચાવડાની આગેવાનીમાં નીકળી વિશાળ બાઈક રેલી

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. પ્રચારના અંતિમ દિવસોમાં મતદારોને રીઝવવા તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે આજે લાંભા વોર્ડમાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા પોતે આ ભવ્ય બાઈક રેલીમાં જોડાયા હતા અને ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ રેલી દ્વારા કોંગ્રેસે જનસમર્થન મેળવવા પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ ઉમેદવારોએ ડોર-ટુ-ડોર પ્રચાર કરી સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા. ચૂંટણીના અંતિમ કલાકોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરતા લાંભા વોર્ડનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઉમેદવારો આ વખતે પરિવર્તનના આશાવાદ સાથે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે.

App Store