VIDEO: અમદાવાદમાં NEET પેપર લીક અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ વડાપ્રધાનને લખ્યો પત્ર
સોર્સ : GSTV
અમદાવાદમાં NEET-UG પેપર લીક ઘટના અંગે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વડાપ્રધાનને પત્ર લખી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આ પેપર લીકે ૨૨ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કર્યું છે અને આ માત્ર પરીક્ષાની સમસ્યા નહીં પણ એક 'રાષ્ટ્રીય આપત્તિ' છે. દોશીએ પેપર લીકને ડોક્ટરોની આખી પેઢીના સપનાઓ તોડનારી ઘટના ગણાવી દોષિતો સામે સખત સજા અને સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં વ્યવસ્થાગત સુધારાની માંગ કરી છે. વડાપ્રધાન આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પારદર્શક વ્યવસ્થા ઊભી કરે તે અત્યંત અનિવાર્ય છે જેથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે.

