VIDEO: શાહપુરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન; ઉમેદવારો ગેસના બોટલ અને સાયકલ લઈને રસ્તા પર ઉતર્યા
સોર્સ : GSTV
ચૂંટણીના ગરમાવા વચ્ચે અમદાવાદના શાહપુર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની સાથે વિરોધ પ્રદર્શનનો અનોખો માર્ગ અપનાવ્યો છે. વધતી જતી મોંઘવારીના મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસના ઉમેદવારો રસ્તા પર સાઇકલ, ગેસના ખાલી સિલિન્ડર અને તેલના ડબ્બા લઈને નીકળ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આ અનોખા પ્રચાર દ્વારા જનતાને સંદેશ આપ્યો હતો કે સામાન્ય માણસ મોંઘવારીના મારથી પીસાઈ રહ્યો છે. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા અને પરિવર્તન લાવવા માટે મતદાન કરવાની અપીલ કરી હતી.

