Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Congress leader occupied government land, Imran Khedawala hits back at BJP's allegations

કોંગ્રેસ નેતાએ કર્યો સરકારી જમીન પર કબ્જો, ભાજપના આરોપો પર ઇમરાન ખેડાવાલાનો પલટવાર

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2024
લાઇવ ટીવીGoogle News
કોંગ્રેસ નેતાએ કર્યો સરકારી જમીન પર કબ્જો, ભાજપના આરોપો પર ઇમરાન ખેડાવાલાનો પલટવાર

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતશાહનો એક વિડીયો હાલમાં જ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો છે. જેમાં સંકલન સમિતિની બેઠકમાં તેઓએ એક શિક્ષણાધિકારીનો ઉધડો લેતા દેખાયા હતા. તેવામાં ધારાસભ્ય અમિત શાહે મહાનગરપાલિકાના કમિશ્નરને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે જમાલપુર વોર્ડના કોંગ્રેસના પ્રમુખ અને તેમના ભાઈ પર સરકારી જમીન પર કબ્જો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના આ પત્રને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

App Store

આ પણ વાંચો: અમદાવાદ: 'સાંજ સુધીમાં આરોપી નહીં પકડાય તો થશે ઉગ્ર આંદોલન', સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી

જમાલપુરમાં સરકારી આવાસોનું ગેરકાયદે વેચાણ

ધારાસભ્ય અમિત શાહે મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી હતી કે, જમાલપુર AMCના ટીપી-1માં અંદાજે 8થી 10 હજાર વાર જગ્યાજેની હાલ બજાર કિંમત 200 કરોડ છે તેના અપાર ગેરકાયદેસર રીતે કબાડી માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે. આ પ્લોટમાં રહેતા અંદાજે 40થી 50 ઝૂંપડાવાળાઓને પોતાના સરકારે આપેલા મકાનોને ગેરકાયદેસર રીતે ભાડે કે વેચાણ આપી પ્લોટનો કબજો છોડતા નથી. તેમજ ત્યાંના રાજકીય નેતાઓ પોતાની વોટબેંક સાચવવા તેમને જવા દેતા નથી.

કોંગ્રેસના પ્રમુખ દ્વારા ગેરકાયદેસર કબજો 

વધુમાં જણાવ્યું હતું, આ જગ્યા ઉપર જમાલપુર વોર્ડ પ્રમુખ એહમદ કુરેશી તેમજ તેમના ભાઈ અહમદ કુરેશી ઉર્ફે ડોકટર દ્વારા મોટું કબાડી માર્કેટ છેલ્લા 10 વર્ષથી બનાવી મોટા પ્રમાણમાં ભાડું પણ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસના પ્રમુખ તેમજ કાર્યકર્તા દ્વારા ગેરકાયદેસર કબજો કરી પોતાના અબાપ દાદાની જાગીર સમજી મનફાવે તેમ આ જગ્યાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. સાથે જ કમિશ્નર સમક્ષ અમિત શાહે માંગણી કરી છે કે, આવા અસામાજિક તાત્વો ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી કાયદેરની કાર્યવાહી કરવામાં આવે. આ પ્લોટ પરથી કમાયેલા કરોડો રૂપિયા તેમની સંપત્તિમાંથી જ વસુલ કરવામાં આવે તેમજ આ જગ્યાને ખાલી કરાવી AMC કબજો લઇ લે.

અમિત શાહના આ પત્ર બાદ AMCના કમિશ્નરે તાત્કાલિક ધોરણે પગલાં લઇ રાતો રાત કબાડી માર્કેટ ખાલી કરાવી તે પ્લોટ પર કબજો મેળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગરીબના ઘરે બળતામાં ઘી હોમાયું : જામનગરમાં દીકરીના લગ્નનો કરિયાવર આગમાં બળીને

અમિત શાહના આરોપ પર કોંગ્રેસનો પલટવાર

અમિત શાહના પત્ર દ્વારા કરાયેલા આ આરોપોના જવાબમાં જમાલપુરના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ખાડિયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યું છે. હેરિટેજ ઇમારતો તોડીને ગેરકાયદે બાંધકામો બનાવી રહયા છે. હાલ ભાજપમાં એક વર્ગને ટાર્ગેટ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. રાજકીય લાભ લેવા માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારી જમીન પર દબાણ થયુ હોય તો તત્કાલ દુર કરો. અમિત શાહ ખાડિયા વિસ્તાર થતા ગેરકાયદે દબાણ પર પત્ર લખવો જોઇએ. ૨૮૦૦ હેરિટેજ જગ્યા પર હાલ ગેરકાયદેસર દબાણ થયુ છે અને ખાડિયામાં હેરિટેજ ઇમારતો તોડી ચાર માળના બાંધકામ થઇ રહયા છે.