અમદાવાદ: 'સાંજ સુધીમાં આરોપી નહીં પકડાય તો થશે ઉગ્ર આંદોલન', સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી

અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થવા મામલો વધુને વધુ વકર્યો છે. આ મામલે સ્થાનિકોમાં રોષ વધ્યો છે. આંદોલનકારીઓએ ખોખરા બંધ કરાવ્યું. જે દુકાનો માલિકો બંધમાં ના જોડાયા તેમની દુકાનો પણ બંધ કરાવી, અને બંધ પાળવા વેપારીઓ પાસે સમર્થન માગ્યું હતું. દેખાવકારોએ ખોખરા સર્કલથી રેલી પણ કાઢી હતી. પ્રતિમા ખંડિત કરનારા તત્વોને નહીં ઝડપાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી.
સ્થાનિક લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા
ખોખરાની જયંતિ વકીલની ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા છે. ખોખરા સર્કલ, હાઉસિંગ વિસ્તાર અને બાલભવન થઈ અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવા માટે તેઓ દ્વારા તમામ દુકાનદારોને અપીલ કરવામાં નીકળ્યા છે. પોલીસે સાથે રહી અને સ્થાનિક લોકોએ દુકાનો બંધ કરાવી રહ્યા છે.
સાંજે 5.00 વાગ્યા સુધી આરોપીઓ નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરીશું
સ્થાનિકોએ ઉગ્ર માંગણી કરી હતી કે જો સાંજે 5.00 વાગ્યા સુધીમાં આરોપી પકડાશે નહીં તો આંદોલન ઉગ્ર બનશે. સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાં આંદોલન ઉગ્ર થશે.
CCTV તપાસતા અમને કેટલીક કડીઓ પણ મળી
ખોખરામાં બનેલી ઘટના મામલે 5 ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે, તેમાં તેમણે જણાવ્યું કે આ મામલે જુદી જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી ગઈ છે, સાથે સાથે Cctv માં અંધારું હોવાથી તપાસમાં થોડોક સમય માંગી લેશે, 1 હજારથી વધુ CCTV ખંગાળવામાં આવ્યા છે. આ CCTV તપાસતા અમને કેટલીક કડીઓ પણ મળી છે, હજુ તપાસ ચાલું છે.
બાબા સાહેબ આંબેડકર મુદ્દે ભાજપ હાઈકમાન્ડની પ્રેસ કોન્ફરન્સ કરવાની સ્પષ્ટ સૂચના
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓને બાબા સાહેબ આંબેડકર મુદ્દે પોતાના રાજ્યમાં પ્રેસ કોન્ફરન્સ કરવા કેન્દ્રીય નેતૃત્વનની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે આ મામલે કોગ્રેસ છેલ્લા ત્રણ દિવસથી બાબા સાહેબ મુદ્દે પ્રેસ સહિતના કાર્યક્રમો કરીને ભાજપને ભીંસમાં લઇ રહી છે,

