Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : “Congress Ideas are Born in Gujarat”: Randeep Surjewala's Big Claim in Ahmedabad Warms Politics!

VIDEO: "કોંગ્રેસના વિચારોનો જન્મ ગુજરાતમાં જ થયો છે": અમદાવાદમાં રણદીપ સુરજેવાલાના મોટા દાવાથી રાજકારણ ગરમાયું!

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ અમદાવાદ ખાતે આપેલા એક નિવેદનમાં રાજ્યના રાજકીય અને સામાજિક ઇતિહાસને યાદ કરતા કોંગ્રેસના મૂળ વિચારો પર મોટો પ્રકાશ પાડ્યો છે. તેમણે ગુજરાતની ધરતીને કોંગ્રેસની વિચારધારાનું ઉદ્ગમસ્થાન ગણાવ્યું હતું.

App Store

અમદાવાદમાં પક્ષના નેતાઓ સાથેની બેઠક અને ચર્ચા દરમિયાન રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, "આજે અમે ગુજરાતના સામાજિક, આર્થિક અને રાજકીય વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. હકીકતમાં, કોંગ્રેસના મૂળ વિચારોનો જન્મ આ જ ધરતી પર થયો છે."

દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય નેતાઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, "હું વારંવાર મારા સાથીદારોને એક જ વાત કહું છું કે જ્યારે પણ આપણે બાપુ (મહાત્મા ગાંધી) અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈએ છીએ, ત્યારે તેની સાથે ચાર મુખ્ય શબ્દો જોડાયેલા આવે છે, જેનો જન્મ આ જ પવિત્ર ભૂમિ પર થયો છે. સત્ય, સાહસ, સંગઠન અને આંદોલન."

સુરજેવાલાના આ નિવેદનને આગામી સમયમાં રાજ્યમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા અને વૈચારિક સ્તરે કાર્યકર્તાઓમાં જોશ ભરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.