Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Claims of atrocities pending in the state: Congress hits out at the government

VIDEO: રાજ્યમાં અત્યાચારના કેસો પેન્ડિંગ હોવાનો દાવો: કોંગ્રેસે સરકાર પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં દલિત અને આદિવાસી સમાજ પર થતા અત્યાચારના આંકડાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્યમાં SC સમાજ પર અત્યાચારના ૧૩ હજાર ૭૩૧ અને ST સમાજના ૩ હજાર ૩૫૬ કેસ હાલ પેન્ડિંગ ટ્રાયલ હેઠળ છે.વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન SC સમાજ પર ૭ હજાર ૮૯૯ અને ST સમાજ પર એક  હજાર ૮૮૭ નવા કેસ નોંધાયા હોવાનું જણાવ્યુ હતું. કોંગ્રેસે દાવો કર્યો છે કે બંને વર્ગોમાં ગુનેગારોને સજા મળવાનો દર પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. સરકારી નીતિઓ પર સવાલ ઉઠાવી કોંગ્રેસે પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે તમામ પેન્ડિંગ કેસોની ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newscongress