VIDEO: દૂષિત પાણીના વિરોધમાં ભેટાવાડામાં બાળકોનું શાળાએ જવાનું બંધ: ગેનીબેન ઠાકોર આંદોલનમાં જોડાશે
સોર્સ : gstv
ધોળકા પંથકના પાંચ ગામોમાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યા સામે ચાલી રહેલું સ્થાનિકોનું આંદોલન અત્યંત ઉગ્ર બન્યું છે. ભેટાવાડા ગામમાં નગરપાલિકાનું દૂષિત પાણી અને કંપનીઓનું રાસાયણિક પાણી ખુલ્લામાં છોડાતા ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. શાળાના બોરમાં આ જ ઝેરી પાણી આવતું હોવાથી મધ્યાહન ભોજન અને પીવાના પાણીથી બાળકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિથી કોપાયમાન થઈને વાલીઓએ પોતાના ૪૦૦થી વધુ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. આંદોલનને સમર્થન આપવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ ભેટાવાડા પહોંચશે. સરકારની ઉદાસીન નીતિઓ સામે સવાલો ઉઠાવીને પાંચ ગામના લોકોએ હવે આરપારની લડાઈની ચીમકી આપી છે.

