VIDEO: અમદાવાદમાં 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે ટર્મિનેટ
સોર્સ : gstv
અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાના કેસમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને નોકરીમાંથી ટર્મિનેટ કર્યા છે. અમિત ડોંગરેને 36 હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચ લેવાની આ ઘટના બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પ્રવૃત્તિને ગંભીરતાથી લઈને હવે કડક પગલું ભર્યું છે. AMC દ્વારા અમિત ડોંગરેને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

