Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Census work postponed due to local government elections in the state

VIDEO: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ, 5મી એપ્રિલથી શરૂ થવાની હતી કામગીરી

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં વહીવટી તંત્ર અત્યારે ચૂંટણીના મોડમાં આવી ગયું છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, હાલ પૂરતી વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 5મી એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની હતી. પરંતુ હવે ચૂંટણીઓની પૂર્ણાહુતિ બાદ હાથ ધરવામાં આવશે.

App Store

હાલમાં શિક્ષકો અને અન્ય વહીવટી સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલો છે. વસ્તી ગણતરી અને ચૂંટણી બંને પ્રક્રિયામાં મોટાભાગે શિક્ષકો અને મહેસૂલી કર્મચારીઓની જરૂર પડતી હોય છે. એકસાથે બે મોટી જવાબદારીઓ સંભાળવી કર્મચારીઓ માટે મુશ્કેલ હોવાથી અને ચૂંટણીની કામગીરી અતિ મહત્વની હોવાથી સરકારે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને હાલ પૂરતો અટકાવ્યો છે.