VIDEO: રિક્ષાચાલકોની હડતાળથી બીઆરટીએસને બમ્પર આવક
સોર્સ : gstv
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને કારણે BRTSને બમ્પર આવક થઈ છે. સામાન્ય દિવસોમાં બપોરે અઢી વાગ્યા સુધીમાં અંદાજે 65 હજાર મુસાફરો બીઆરટીએસમાં મુસાફરી કરતા હોય છે, પરંતુ આ હડતાળના દિવસે આ જ સમયગાળામાં એક લાખથી વધુ લોકોએ BRTSમાં મુસાફરી કરી હતી. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને તમામ રૂટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે અને તમામ ડ્રાઇવરોને ઓન-ડ્યુટી બોલાવી લેવાયા છે. રજા પર રહેલા ડ્રાઇવરોની રજા પણ રદ્દ કરી દેવાઈ છે. ઇલેક્ટ્રિક બસો માટે ખાસ ચાર્જિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિશેષ ટ્રાફિકના કારણે બપોરે અઢી વાગ્યા સુધીમાં જ BRTSને 13.82 લાખથી વધુની આવક થઈ હતી.

