VIDEO: અમેરિકનો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ
સોર્સ : gstv
અમદાવાદના નરોડા વિસ્તારમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. હંસપુરા રાજચંદ્ર સર્કલ પાસે આવેલા સાહિત્ય આર્કેડમાં નરોડા પોલીસે દરોડો પાડી બે મહિલા અને પાંચ પુરુષ સહિત કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ અમેરિકન નાગરિકોને બેન્કના વકીલ તરીકેની ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટના નામે ઠગાઈ કરતા હતા. લીડ ડેટા મેળવી ઈમેલ મારફતે મેસેજ મોકલી વોલેટ અને બિટકોઈન મારફતે નાણાં મેળવ્યા બાદ આંગડિયા મારફતે રોકડમાં રૂપાંતરિત કરતા હતા. પોલીસે 7 લેપટોપ, 8 મોબાઈલ સહિત રૂ.2.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને BNS તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

