VIDEO: લગ્નની કંકોત્રી ન આપવા મુદ્દે બે ભાઈઓ સાથે મારામારી
સોર્સ : gstv
અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં લગ્નની કંકોત્રી ન આપવા બાબતે બે ભાઈઓ સાથે મારામારીની ઘટના સામે આવી છે. હાથીજણ સર્કલ પાસે શાલીન સ્ક્વેર કોમ્પલેક્ષ નજીક જૂના મિત્ર રાજવિર રાઠોડ સાથે બોલાચાલી બાદ વિરેન્દ્રસિંહ વાઘેલા અને તેમના નાના ભાઈ મીતરાજ સાથે મારામારી થઈ હતી. આરોપ છે કે રાજવિર રાઠોડ સહિત ચાર શખ્સોએ બંને ભાઈઓને ગળદાપાટુનો માર માર્યો હતો. મારામારીમાં મીતરાજના માથા, છાતી અને દાઢીના ભાગે ઈજા પહોંચી હતી. બંને ભાઈઓને ધમકી આપ્યા બાદ આસપાસના લોકો ભેગા થતાં ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે વટવા GIDC પોલીસે ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

