VIDEO: ધોળકા APMCમાં ભાજપના ગઢમાં ગાબડું: 30 વર્ષ જૂના દબદબાનો આવ્યો અંત
સોર્સ : gstv
ધોળકા APMC માર્કેટની ચૂંટણીમાં ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે અને છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી ચાલતા દબદબાનો અંત આવ્યો છે. આ ચૂંટણીમાં કિસાન વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો છે, જ્યારે ભાજપ પ્રેરિત ખેડૂત સહકાર પેનલનો કારમો પરાજય થયો છે. કિસાન વિકાસ પેનલના તમામ 10 ઉમેદવારોએ ભારે બહુમતીથી જીત મેળવી વિરોધીઓના સૂપડા સાફ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારોએ જ પક્ષ સામે બળવો કરી મેન્ડેડ પરત કર્યા હતા અને કિસાન વિકાસ પેનલને ટેકો આપ્યો હતો. ખેડૂત હિતમાં લડાયેલી આ ચૂંટણીમાં ભાજપનું સ્થાનિક રાજકીય ગણિત સાવ ઊંધું પડ્યું છે. પરિણામો જાહેર થતાં જ સમર્થકોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો.

