VIDEO: ૨,૨૮૩ કરોડના ડોનેશન કૌભાંડમાં મોટો ધડાકો: CID ક્રાઇમ અને આઈટી વિભાગ દ્વારા ૮૦ હજારથી વધુ શંકાસ્પદ ડોનર્સ સામે તપાસ શરૂ
સોર્સ : gstv
રાજ્યમાં 2 હજાર 283 કરોડ રૂપિયાના ચર્ચાસ્પદ રાજકીય ડોનેશન મહાકૌભાંડમાં CID ક્રાઇમ અને આવકવેરા વિભાગે સંયુક્ત રીતે મોટો એક્શન પ્લાન શરૂ કર્યો છે. બોગસ રાજકીય પક્ષોના નામે ફેક બિલિંગ દ્વારા કાળું નાણું સફેદ કરવાના આ ખેલમાં હવે માત્ર પાર્ટીઓ જ નહીં, પરંતુ કાળું નાણું ડોનેશન તરીકે આપનારા 80 હજારથી વધુ લોકો પણ પોલીસના શિરામાં આવી ગયા છે....તપાસ દરમિયાન ગરીબ કલ્યાણ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ સહિતની ચાર પાર્ટીઓ દ્વારા કરોડો રૂપિયાનું ફંડ મેળવાયાનું ખુલ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના મોટા બિલ્ડરો, વેપારીઓ અને રાજકારણીઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ મામલે મોટા નામો બહાર આવવાની શક્યતા છે.

