VIDEO: અમદાવાદમાં આધ્યાત્મિક શક્તિના નામે મહિલાઓ સાથે ઠગાઈ કરતાં ભુવાની ધરપકડ, સોનાના દાગીના કરાયા જપ્ત
સોર્સ : GSTV
અમદાવાદની એલસીબી ઝોન 7 પોલીસને ભક્તિના ઓઠા હેઠળ છેતરપિંડી આચરતા એક ઠગ ભુવાને પકડવામાં મોટી સફળતા મળી છે. ઝડપાયેલા આરોપી મુકેશનાથ મહિલાઓને આધ્યાત્મિક શક્તિની લાલચ આપી શિશામાં ઉતારતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી સોનાના દાગીનાની ચોરી કરતો હતો.
પોલીસે આરોપી પાસેથી એક લાખ 75 હજારની કિંમતના સોનાના દાગીના જપ્ત કરી તેની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઠગ ભુવાએ પાલનપુર અને રાજકોટ સહિતના શહેરોમાં અનેક લોકોને નિશાન બનાવ્યા છે.તેમજ તેની વિરુદ્ધ અગાઉ વાસણા અને રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.

