Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bearings and pedestals of Shastri Bridge are dilapidated, road closed for 11 months

Ahmedabad/ શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે રસ્તો બંધ

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે રસ્તો બંધ
સોર્સ : gstv

Ahmedabad News : અમદાવાદમાં હાલ સુભાષ બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે. ત્યારે હવે શાસ્ત્રીબ્રિજથી પિરાણા સુધીનો રસ્તો આગામી 11 મહિના માટે બંધ રહેશે. જેમા વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા સુધીનો ચાર કિલોમીટરના રસ્તો પર ભારે, મઘ્યમ અને પેસેન્જર વાહનોની અવરજવર માટે બંધ રહેશે. વિશાલા  સર્કલથી પિરાણા સર્કલ સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો ભારે, મઘ્યમ અને પેસેન્જર વાહનો માટે બંધ રહેશે. 

App Store

પૂર્વથી પશ્ચિમને જોડતો અતિમહત્વનો બ્રિજ

વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા વચ્ચેનો શાસ્ત્રીબ્રિજની બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હાલતમાં હોવાથી તેના પર ભારે તેમજ મઘ્યમ માલ વાહક તેમજ પેસેન્જર વાહન પસાર થઇ શકે તેમ ન હોવાથી બ્રિજના રીપેરની કામગીરી  કરવાની હતી. જેના કારણે વિશાલા સર્કલથી પીરાણા સર્કલ સુધીનો ચાર કિલો મીટર સુધી રસ્તો બંધ રહેશે. આ બ્રિજ રીપેરની કામગીરી આગામી 11 મહિના સુધી ચાલશે. 

અમદાવાદનાં વધારે એક બ્રિજને બંધ કરાયો

જેથી તમામ વાહનચાલકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં લાંભા જશોદાનગરથી આવતા આવતા વાહનોને પીરાણા જંકશનથી જમણી બાજુ  ડમ્પીંગ સાઇટથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી વાસણા વિશાલા  તરફ જઇ શકાશે. જ્યારે  સરખેજ જુહાપુરાથી આવતા વાહન ચાલકોને અંજલી ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ થઇ કેલીકો મિલથી પિરાણાના તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો  રહેશે. બ્રિજ પર રાતના સમયે વાહનચાલકો પસાર ન થાય તે માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા સાથે સ્ટાફને બંદોબસ્તમાં મુકવામાં આવશે.