VIDEO: બેંક કર્મચારીઆેની ૫-ડે વીકની માગ સાથે દેશવ્યાપી હડતાળ
સોર્સ : gstv
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે 5-ડે વીકની માગણી સાથે બેંક કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળ પાડી છે, જેમાં ગુજરાતના અંદાજે 75 હજાર કર્મચારીઓ જોડાયા છે. અમદાવાદના લાલદરવાજા સ્થિત સેન્ટ્રલ બેંક પાસે કર્મચારીઓએ એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના જણાવ્યા મુજબ, શનિ-રવિની રજાઓ સાથે સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેતા ગુજરાતમાં આશરે રૂ.15,000 કરોડના નાણાકીય વ્યવહારો અટવાયા છે અને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

