VIDEO: ભાજપની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ
સોર્સ : gstv
ગુજરાત ભાજપ દ્વારા પક્ષની આંતરિક બેઠકોને લઈને એક નવો અને કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નિયમ અનુસાર, હવે પ્રદેશ ભાજપની મહત્વની બેઠકોમાં નેતાઓના મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બેઠક શરૂ થતાં પહેલાં દરેક નેતાએ ફરજિયાતપણે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને પોતાનો મોબાઈલ પક્ષના કાર્યાલય ખાતે જમા કરાવવો પડે છે. મોબાઈલ જમા કરાવ્યા બાદ જ નેતાઓને બેઠકખંડમાં પ્રવેશ આપવામાં આવે છે. અનેક વખત નેતાઓ બેઠકમાં ધ્યાન આપવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત હોય તેવું જોવા મળ્યું હતું..જેને લઈને આ નિર્ણય લેવાયો હોઈ શકે છે..બીજી શક્યતા એ પણ છે કે ડિજિટલ યુગમાં બેઠકની ગુપ્ત માહિતી કે સંવેદનશીલ ઓડિયો-વીડિયો ક્લિપ બહાર ન જાય તે માટેનું આ એક પગલું હોઈ શકે છે.

