Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Badarkha village of Dholka has been flooded for the past 20 days, anger among the villagers

VIDEO: ધોળકાનું બદરખા ગામ છેલ્લા 20 દિવસથી જળબંબાકાર, ગ્રામજનોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું બદરખા ગામ ભારે વરસાદ વિરામ લીધાના દિવસો બાદ પણ પાણીમાં ગરકાવ રહેતા બેટમાં ફેરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં કમરબૂડ પાણી ભરાવાથી લોકો બેઘર બન્યા છે અને ગામની પ્રાથમિક શાળા આશ્રયસ્થાન બનતા બાળકોનું શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકર પ્રકાશસિંહ ડયા અને પીડિત પરિવારોએ તંત્ર પર બેદરકારીના આક્ષેપ કર્યા છે. ત્વરિત પાણીના નિકાલ અને સરકારી સહાયની માંગ સાથે ગ્રામજનોએ આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

App Store