VIDEO: ધોળકાના ગણપતિપુરા ખાતે બોળચોથે સ્વયંભૂ સિદ્ધિવિનાયકના દર્શને શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટ્યું
સોર્સ : gstv
શ્રાવણ માસના ત્રીજા સોમવારે બોળચોથના પવિત્ર પર્વે અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલા પ્રસિદ્ધ ગણપતિપુરા ધામ ખાતે શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ 'જય ગણેશ'ના નાદ સાથે જમણી સૂંઢવાળા સ્વયંભૂ ગણેશજીના દર્શન કરવા અમદાવાદ, રાજકોટ, સુરત સહિત દૂર-દૂરથી હજારો ભક્તો પહોંચ્યા છે. આજના દિવસે દાદાનો વિશેષ મહાઅભિષેક અને આકર્ષક શ્રૃંગાર કરવામાં આવ્યો છે. મહિલાઓ અને શ્રદ્ધાળુઓએ મનોકામના પૂર્ણ કરવા લાડુ અને દૂધનો ભોગ ધરાવી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. વધતી ભીડને ધ્યાને રાખી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

