VIDEO: મનપસંદ જીમખાનાના સૂત્રધાર સહિત 6 આરોપીઓ સામે પાસા
સોર્સ : gstv
દરિયાપુર મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પીસીબી અમદાવાદ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૩ ઓગસ્ટે ઝડપાયેલા આ જુગારધામના મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો પટેલ સહિત કુલ ૬ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પીસીબીની અલગ-અલગ ટીમોએ મોડી રાત્રે દરોડા પાડીને આરોપીઓની અટકાયત કરી હતી, જેથી તેઓ કાયદાની છટકબારીનો લાભ ન લઈ શકે. આ કડક કાર્યવાહી અંતર્ગત ગોવિંદ પટેલ, કિશોર પઢીયાર, નારાયણ રાવલ, આનંદ ઠાકોર, વિપુલ શાહ અને નિકુંજ ઉર્ફે કાલુ ખત્રીને અટકાયતમાં લઈને રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની જુદી-જુદી જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

