Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Application process for water and drainage connection made online by Ahmedabad Municipal Corporation

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી અને ડ્રેનેજ કનેક્શનની અરજી પ્રક્રિયા ઓનલાઇન કરાઇ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે પાણી અને ડ્રેનેજ કનેક્શન મેળવવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન કરી દેવામાં આવી છે. ઈ-ગવર્નન્સ વિભાગના આ નિર્ણયથી હવે કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. નાગરિકો વેબ પોર્ટલ પરથી અરજી, સ્ટેટસ ટ્રેકિંગ અને ફી ચુકવણી કેશલેસ કરી શકશે. નોંધણી થતાં જ અરજી આપોઆપ સંબંધિત કર્મચારીને અસાઇન થઈ જશે. ચકાસણી બાદ ડિમાન્ડ નોટ જનરેટ થશે. અરજી માટે મિલકત વેરા પહોંચ, માલિકી પુરાવો, ઓળખકાર્ડ, સાઇટ પ્લાન, BU પરવાનગી, NOC અને પ્લમ્બર લાયસન્સ જેવા દસ્તાવેજોઅપલોડ કરવાના રહેશે. AMC ના આ પ્રયાસથી સમયની બચત થશે અને પારદર્શિતા વધશે.

App Store