Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Amts bus hits pedestrian below Ranip metro station, driver absconding

રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસે આધેડ બાઈકચાલકને અડફેટે લેતા મોત, અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસે આધેડ બાઈકચાલકને અડફેટે લેતા મોત, અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર
સોર્સ : gstv

અમદાવાદમાં રાણીપ મેટ્રો સ્ટેશન નીચે  પૂરઝડપે આવી રહેલી AMTS બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં આશરે 55 વર્ષીય બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વારંવાર અકસ્માતો સર્જાતા AMTSના ડ્રાઈવરોના બેફામ ડ્રાઈવિંગ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

App Store

ઘટનાસ્થળે જ આધેડનું મોત

મળતી માહિતી મુજબ, રાણીપ મેટ્રો સ્ટેશન નીચેથી બાઈક (નં. GJ27BQ8188) લઈને પસાર થઈ રહેલા આધેડ પ્રશાંત પનુભાઈ શાહ(ઉમંર 58, રહે. પાલડી)ને પૂરઝડપે આવતી AMTS બસ (નં. GJ01KT2401)ના ચાલકે જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે બાઈકસવાર સીધા રસ્તા પર પટકાયા હતા, માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.

અકસ્માતના પગલે માર્ગ પર લોકોના ટોળાં એકઠા થઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા બસ ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.