Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A program to change the unique group of God's family in the New Ranip, the three generations carry on the tradition together

ન્યૂ રાણીપમાં ઈશ્વર પરિવારનો અનોખો સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ, ત્રણ પેઢીઓએ સાથે નિભાવી પરંપરા

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ન્યૂ રાણીપમાં ઈશ્વર પરિવારનો અનોખો સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ, ત્રણ પેઢીઓએ સાથે નિભાવી પરંપરા
સોર્સ : JATIN BAROT GSTV NEWS

ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે ઈશ્વર પરિવાર દ્વારા પરંપરા, સંસ્કાર અને પારિવારિક એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું. પરિવારના સભ્યો દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં પરિવારની ત્રણ પેઢીઓએ એકસાથે જનોઈ બદલી વૈદિક પરંપરાને જાળવવાનો સંદેશ આપ્યો હતો.

App Store

કાર્યક્રમ દરમિયાન વડીલો, યુવાનો અને બાળકો એકસાથે ધાર્મિક વિધિઓમાં જોડાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જનોઈ બદલવાની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે પરિવારના સભ્યોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન અવસરને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ દરમિયાન રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં પારિવારિક પ્રેમ અને લાગણીની અનુભૂતિ થઈ હતી.

પરિવારના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડવાનો મુખ્ય હેતુ છે. આધુનિક યુગમાં પણ સંસ્કારોનું જતન થાય અને યુવાનો પોતાની પરંપરાઓ પ્રત્યે જાગૃત બને તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

સમૂહ જનોઈ બદલવાના આ કાર્યક્રમ દ્વારા ઈશ્વર પરિવારે પરિવારની એકતા, સાંસ્કૃતિક મૂલ્યો અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવાનો સંદેશ આપ્યો હતો, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો.