VIDEO: AMCના વેજીટેબલ માર્કેટ બન્યા નિષ્ફળ, રોડ પર બેસતા ફેરિયાઓને હટાવાશે
સોર્સ : gstv
અમદાવાદમાં AMC દ્વારા તૈયાર કરવામાં આવેલા વેજીટેબલ માર્કેટ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. માર્કેટ બનાવવામાં આવ્યા હોવા છતાં મોટાભાગના ફેરિયા રોડ પર બેસીને દબાણ કરી રહ્યા છે, જ્યારે તૈયાર કરાયેલા માર્કેટ ખાલી રહેતા જોવા મળી રહ્યા છે. વેજીટેબલ માર્કેટના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે. હવે વેજીટેબલ માર્કેટની આસપાસ ખાસ ડ્રાઈવ હાથ ધરી રોડ પર બેસતા ફેરિયાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

