VIDEO: શ્રેયાર્થ યુનિવર્સિટી દ્વારા પત્રકારો માટે AI વર્કશોપ
સોર્સ : gstv
અમદાવામાં શ્રી શાંતિલાલ શાહ સેન્ટર ફોર મીડિયા એક્સલેન્સ શ્રેયાર્થ યુનિવર્સિટી દ્વારા પત્રકારો અને મીડિયા જગત માટે એઆઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. બદલાતા સમય સાથે પત્રકારત્વમાં એઆઈનો ઉપયોગ અને મહત્વના મુદ્દાઓ પર આ વર્કશોપમાં ગાઈડન્સ અપાશે. આ વર્કશોપમાં કોઈ પણ મીડિયાકર્મી નિશુલ્ક જોડાઈ શકે છે. એઆઈ વર્કશોપનું આયોજન 26 સપ્ટેમ્બરે બપોરે સાડા બારથી સાંજે4 વાગ્યા સુધી અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે. કોલેજમાં કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં જોડાવા માટે બારકોટ સ્કેન કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ વર્કશોપમાં એઆઈ ટુલ્સ ફોર કન્ટેન્ટ ક્રિએશન, ફ્યચર ઓફ ન્યૂઝરૂમ્સ, પીઆર ઈન ડિજિટલ એરા સાથે ટ્રેન્ડ્સ ઈન મીડિયા એન્ડ ટેક્નોલોજી જેવા મહત્વના વિષયો આવરી લેવાશે.

