VIDEO: અમદાવાદની NDPS સ્ક્વોડે ગોમતીપુરમાં ૨ લાખના ગાંજા સાથે એક શખ્સને દબોચ્યો
સોર્સ : gstv
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ૨ લાખ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ થઈ છે.. એનડીપીએસ સ્કવોર્ડ મથુરા ભવનની ચાલીમાં દરોડો પાડીને આસિફ મિયાં ઉર્ફે આસો નામના આરોપીને ૪ કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનના ૪ ગુના નોંધાઈ ચૂક્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર શખ્સ હાલ ફરાર છે, જેની સામે પણ અગાઉ જુગાર, મારામારી અને પ્રોહિબિશન જેવા ૬ ગુના દાખલ થયેલા છે.

