VIDEO: Ahmedabad / શેલામાં ગ્રીનફિલ્ડ સોસાયટી પાસે કાર નીચેથી દીપડાનું બચ્ચું દેખાયું, CCTV થયા વાયરલ
સોર્સ : gstv
અમદાવાદના શેલામાં સતત ત્રીજા દિવસે જંગલી પ્રાણી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. બે દિવસ પહેલા શરણદીપ સોસાયટીને અડીને આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં આજે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા કેટલાક રહીશોએ એક પાર્ક કરેલી ગાડી નીચેથી દીપડાનું બચ્ચું નીકળતા જોયું હતું. જેના CCTV વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. જેને લીધે વનવિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ તેની શોધખોળ માટે કામે લાગી ગઈ છે.
નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે પણ બરાબર આ જ વિસ્તારમાં દીપડાની હિલચાલ નોંધાઈ હતી, જેને પગલે વન વિભાગની વિવિધ ટીમો સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે, તંત્રની જહેમત અને સતર્કતા છતાં હજુ સુધી આ વન્યજીવને પાંજરે પૂરવામાં કોઈ સફળતા મળી શકી નથી અને સ્થાનિકોમાં ડર યથાવત છે.

