VIDEO: અમદાવાદ રથયાત્રા: ગજરાજોની સુરક્ષા માટે પોલીસની 'ગજ રક્ષક' સિસ્ટમ સજ્જ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામા ગત વર્ષે ગજરાજની ભાગદોડની ઘટનાઓને લઈને આ વર્ષે તંત્ર વધુ સજ્જ છે.. ગજરાજોની સુરક્ષા માટે આ વર્ષે પોલીસની ગજ રક્ષક ટીમ પણ સજ્જ કરાઈ છે... રથયાત્રામાં સામેલ થનારા તમામ 18 હાથીઓ પર અત્યાધુનિક સ્માર્ટ ડિવાઇસ લગાવવામાં આવ્યા છે, જેના કારણે જીપીએસ દ્વારા તેમનું ચોક્કસ લોકેશન સતત ટ્રેક કરી શકાશે. એટલું જ નહીં, ગજરાજની શારીરિક અને માનસિક સ્થિતિ પર નજર રાખવા માટે સાઉન્ડ સેન્સર અને જાયરોસ્કોપ જેવા સાધનોનો ઉપયોગ કરાયો છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા ગજરાજ પર હન્ટિંગ કેમેરા પણ ફિટ કરાયા છે, જે દર 5 સેકન્ડે ત્રણ અલગ-અલગ એંગલથી ફોટા પાડીને સીધા કંટ્રોલ રૂમમાં મોકલશે. આ તમામ મહત્વપૂર્ણ ડેટાનું મોનિટરિંગ એક જ સેન્ટ્રલ સ્થળેથી કરવામાં આવશે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય.

