VIDEO: અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4 કેદીઓએ જેલ સ્ટાફ પર જીવલેણ હુમલો કરી ભારે ધમાલ મચાવી
સોર્સ : GSTV
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાર કેદીઓએ જેલ સ્ટાફ પર જીવલેણ હુમલો કરી ભારે ધમાલ મચાવી હતી. સંગ્રામસિંહ નામના કેદીએ પહેલા પોતે જ પોતાને ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ જ્યારે જેલકર્મીઓ તેને સારવાર માટે લઈ જતા હતા, ત્યારે સતીષ પટણી, હસમુખ અને અંકિત લોધી નામના કેદીઓ સાથે મળીને સ્ટાફ પર ઈંટોના છૂટા ઘા કર્યા હતા. કેદીઓએ જેલ હવાલદાર અને અન્ય કર્મચારીઓને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને પગલે હવાલદાર ભરતભાઈ ચાવડાએ રાણીપ પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

