VIDEO: રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું મેગા શક્તિ પ્રદર્શન: આજે જમાલપુરથી નીકળશે ફ્લેગ માર્ચ!
સોર્સ : gstv
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે મેગા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ પોતાની સુરક્ષા વ્યવસ્થાનું શક્તિ પ્રદર્શન કરશે. ફ્લેગ માર્ચમાં પોલીસના વિવિધ દળો, SRP અને અન્ય સુરક્ષા ટીમો જોડાશે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે માટે નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ પણ આપવામાં આવશે.

