Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad NID prepared special Independence Day invitation kit for Rashtrapati Bhavan.

VIDEO: રાષ્ટ્રપતિ ભવન માટે અમદાવાદ NIDએ તૈયાર કરી વિશેષ સ્વાતંત્ર્ય દિવસ આમંત્રણ કિટ.

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા આગામી 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા સમારોહ માટે એક વિશેષ અને કલાત્મક આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે. NIDના ડિરેક્ટરના નેતૃત્વમાં તૈયાર થયેલી આ કિટમાં છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોની સમૃદ્ધ પરંપરાગત કળાઓને અનોખું સ્થાન આપવામાં આવ્યું છે. આ અદ્ભુત પ્રોજેક્ટ સાથે 220થી વધુ લોકો અને દેશભરના લગભગ 100 કારીગરો જોડાયા હતા. જેમાં છત્તીસગઢની ધોકરા કળા, ગોવાની અઝુલેજો ટાઇલ, મધ્યપ્રદેશની ભીલ કળા અને મહારાષ્ટ્રની વારલી કળા તેમજ બાઘ ટેક્સટાઇલ અને મહેશ્વરના હેન્ડવૂવન સ્ટોલ ઉજાગર કરવામાં આવી છે.

App Store