Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad News: T20 World Cup final to be held in the city tomorrow, hotel and travel prices skyrocket

Ahmedabad News: આવતીકાલે શહેરમાં યોજાશે T20 વર્લ્ડકપની ફાઈનલ, હોટલ-ટ્રાવેલ્સના ભાવ આસમાને

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે 8 માર્ચના રોજ T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને હોટલના ભાવ આસમાને જોવા મળ્યા છે. દરમિયાન હોટલના ભાવ 15 હજારથી લઈને 80 હજાર સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. 

App Store

અમદાવાદની મોટાભાગની હોટલો ઓલમોસ્ટ ફુલ જોવા મળી રહી છે. દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી 10 થી 15 હજાર રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ વચ્ચે રૂમના ભાડામાં 300 થી 400 ટકાનો ભાવ વધારો થયો છે. 6 હજારના રૂમનો ભાવ 20 હજારે પહોંચ્યો છે.

અમદાવાદમાં મેચને લઈને ટ્રાવેલ્સના ભાવ પણ આસમાને છે. બોમ્બે , દિલ્હી , હૈદરાબાદ , બેંગલોરથી અમદાવાદ આવવાના ફેર વધ્યા છે. જેમાં 15 હજારથી 30 હજાર સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે.