Video: ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા 14 વીઘા ઘઉંનો પાક બળીને ખાક, 4 મહિનાની કાળી મજૂરી બાદ ખેડૂતને લાખોનું નુકસાન
સોર્સ : GSTV
રાજકોટના જેતપુરના મેવાસા ગામે ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. હાર્વેસ્ટર ખેતરમાં પહોંચે તે પહેલાં જ PGVCLના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા ૧૪ વીઘાનો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ૪ મહિનાની કાળી મજૂરી અને મોંઘા બિયારણ બાદ ખેડૂતને આશરે ૪ લાખ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ ઓલવવા જતાં મજૂરો પણ સામાન્ય દાઝ્યા હતા. પીડિત ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી છે.

