Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Murder committed in the enmity of a love affair in Meghaninagar area solved,

Ahmedabad news: મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણની અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણની અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : gstv

અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણની અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે આરોપી રાજકુમારસિંહ તોમરને ઝડપી લીધો છે. 30 નવેમ્બરે ચંદ્રશેખર તોમરની ચાકુના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આરોપીનું મૃતકના સંબંધીની પુત્રી સાથે પ્રેમપ્રકરણ હોવાનું બહાર આવ્યું, જેના કારણે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો.

App Store

ઝઘડાની અદાવતમાં રાજકુમારસિંહે ચંદ્રશેખરની ચાકુ મારી હત્યા

ઝઘડાની અદાવતમાં રાજકુમારસિંહે ચંદ્રશેખરની ચાકુ મારી હત્યા કરી હતી. પોલીસએ રિક્ષા, ચાકુ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેઘાણીનગર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ટોપિક્સ:hatyagstvgujaratahmedabad