Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Metropolitan Court in Ghee Kanta area receives bomb threat

VIDEO: અમદાવાદના ઘી કાંટાની મેટ્રોપોલિટન કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે બિલ્ડિંગ ખાલી કરાઈ

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

App Store

ફાયર વિભાગ અને પોલીસ કાફલો તહેનાત

અમદાવાદમાં અગાઉ હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. ધમકી મળતા જ કોર્ટ સંકુલમાં હાજર વકીલો, સ્ટાફ અને અસીલોને તાત્કાલિક બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંકુલમાં પહોંચી

મેટ્રોપોલિટન કોર્ટના અમુક વિભાગો  અપના બજારબિલ્ડિંગમાં કાર્યરત હોવાથી સાવચેતીના ભાગરૂપે તે વિભાગને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ખડકી દેવામાં આવી છે.  મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંકુલમાં પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ કેમ્પસનું ખૂણેખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે દિશામાં તપાસ શરૂ

આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે દિશામાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને સ્ટાફમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ ધમકીભર્યો મેસેજ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી છે.