Ahmedabad news: વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટે આપી મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.
કેસની વિગત મુજબ, એપ્રિલ 2024માં લગ્ન કરનાર એક દંપતી માત્ર છ દિવસ સાથે રહ્યા હતા અને બાદમાં બંને વચ્ચે વૈવાહિક તકરારોને લઈ બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું હતું. આ મામલે દંપતી દ્વારા પરસ્પર સંમતિથી છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં દાખલ કરાયો હતો. જો કે, ફેમિલી કોર્ટે પતિ ઓસ્ટ્રેલિયા રહેતો હોય તેની ઓનલાઇન હાજરી માન્ય રાખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને તેને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવાનો આગ્રહ રાખ્યો હતો. જેને પગલે અરજદાર દંપતીએ ફેમિલી કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
પરસ્પર સંમતિથી છૂટાછેડાનો કેસ હતો
આ પતિ-પત્ની વચ્ચેનો પરસ્પર સંમતિથી છૂટાછેડાનો સીધો કેસ હતો તેમ છતાં ફેમિલી કોર્ટે બિનજરૂરી નિર્દેશો જારી કર્યા હતા. હાઈકોર્ટે અરજદાર દંપતીની અરજી મંજૂર રાખતાં ફેમિલી કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ હાજરીને બહાલી આપી સ્પષ્ટ કર્યું કે, પ્રક્રિયાગત કઠોરતાઓ વાસ્તવિક ન્યાય મેળવવામાં મદદ કરવાને બદલે માર્ગમાં અવરોધ ઊભા કર્યા છે, આ વિવાદીત નિર્દેશો રદબાતલ થવાપાત્ર છે. જસ્ટિસ જે.સી.દોશીએ ફેમિલી કોર્ટના વલણની ટીકા કરતાં જણાવ્યું કે, કોર્ટે બિનજરૂરી નિર્દેશો જારી કરીને અરજદારોને ન્યાય આપવાને બદલે મુશ્કેલી વધારી છે.
•હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્દેશોને રદબાતલ અને અયોગ્ય ઠરાવી એનઆરઆઈ પતિને તેના સ્થાનેથી પોર્ટેબલ ડિવાઇસ દ્વારા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી.
•ફેમિલી કોર્ટ પતિની સંમતિ રેકોર્ડ કરવા માટે વીડિયો કોન્ફરન્સ માટે તારીખ અને સમય નિર્દેશિત કરશે તેમજ વીડિયો કોન્ફરન્સ લિંક અરજદારને ઈમેલ આઈડી પર ફોરવર્ડ કરી તેને જાણ કરશે.
•જો પત્ની દ્વારા પતિની ઓળખ અંગે શંકા ઉઠાવવામાં આવે તો, પતિ ભારત સરકાર દ્વારા માન્ય કરાયેલ તેનું ઓળખપત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમથી રજૂ કરશે.
•વીડિયો કોન્ફરન્સ સત્ર દરમિયાન એનઆરઆઈ પતિને ફેમિલી કોર્ટ સમક્ષ દ્રશ્યમાન અને શ્રાવ્ય રહેવાનો નિર્દેશ.
ચૂંટણી વિશ્લેષકોના મતે આ આંકડાઓ પરથી જૂનાગઢ જિલ્લામાં ભાજપ સામે જબરદસ્ત જનાક્રોશ અને વિરોધ સાબિત થાય છે. જ્યારે ભાજપ સામે આપ અને કોંગ્રેસ અલગ-અલગ મેદાનમાં ઉતરે છે ત્યારે ભાજપ વિરોધી મતોના બે ભાગ પડી જાય છે. આ મતનું વિભાજન ભાજપની બેઠકો વધારવામાં સીધો ફાયદો કરે છે. ભાજપના નેતાઓ ભલે પ્રદેશ કક્ષાએ પોતાના સુશાસન અને પરફોર્મન્સના દાવા કરે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ માત્ર વિપક્ષની ફૂટના કારણે સત્તાના સિંહાસન સુધી પહોંચી શક્યા છે.

