VIDEO: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા કોંગ્રેસને ફટકો, પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખનું રાજીનામું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે. તો બીજી તરફ પક્ષોમાંથી રાજીનામા પડી રહ્યા છે અને અન્ય પક્ષોમાં જોડાવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ કારણે ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે શનિવારે(4 એપ્રિલ, 2026)એ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે રાજીનામું ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
AIMIMના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી
ખુલ્લા પત્રમાં પૂર્વ કોર્પોરેટરે ગંભીર આરોપ લગાવ્યા હતા, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મારી સતત અવગણના કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મનપામાં 5 ટર્મથી જીતતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે થોડાક સમય પહેલાં જ AIMIMના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી.
અમદાવાદ મનપામાં 5 ટર્મથી જીતતા કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખનું રાજીનામું


મળતા અહેવાલ પ્રમાણે પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં રાજીનામું મોકલ્યું છે. રાજીનામામાં ઈકબાલ શેખે જણાવ્યુ છે કે, હું છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષનો વફાદાર સૈનિક તરીકે સેવા આપતો આવ્યો છું. કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરું છું.

