VIDEO: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ₹૩.૩૬ કરોડના ખર્ચે ચંડોળા તળાવનું નવેસરથી બ્યુટીફિકેશન શરૂ
સોર્સ : gstv
અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે ચંડોળા તળાવને કાંકરિયા તળાવની જેમ આકર્ષક બનાવવા માટે મેગા ડેવલપમેન્ટ કામગીરી ચાલી રહી છે. તળાવ પરથી ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ હાલમાં ૩ કરોડ ૩૬ લાખના અંદાજિત ખર્ચે નેશનલ લેક કન્ઝર્વેશન પ્લાનની ગાઇડલાઇન મુજબ ઝડપથી કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવની ફરતે ડ્રેનેજ લાઇન, વોક-વે, અપર અને લોઅર પ્રોમેનેડ, એમ્ફિથિયેટર, અને ખંભાતી કૂવાનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં તળાવની સફાઈ, ફ્લોટિંગ અને વોક-વેની કામગીરી પ્રગતિમાં છે. આગામી દોઢથી બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ થતાં જ ચંડોળા તળાવ શહેરનું નવું આકર્ષણનું કેન્દ્ર બની જશે.

