VIDEO: ગેરકાયદે અમેરિકા જતા અમદાવાદ-મહેસાણાના યુવક-યુવતીનું ઇથોપિયામાં અપહરણ, ૧ કરોડની ખંડણી મંગાઈ
સોર્સ : gstv
ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા અમદાવાદની મમતા ચાવડા અને મહેસાણાના ઋત્વિક જાનસરીનું ઇથોપિયામાં અપહરણ થયાના અહેવાલ છે. એજન્ટ અલ્પેશ પટેલ મારફતે ૨૦મી સપ્ટેમ્બરે જયપુર અને અબુ ધાબી થઈ ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચેલા આ યુવાનોનું GSF ગેસ્ટ હાઉસમાંથી અપહરણ કરાયું હતું. આ લોકો સાથે ગયેલા એક યુવકના પરિવારે ૭૦ લાખ ચૂકવતા તેને મુક્ત થયો અને ગુજરાત પરત ફર્યો છે , પરંતુ ૧ કરોડની ખંડણી આપવા છતાં છેલ્લા ૩ દિવસથી મમતા અને ઋત્વિકનો કોઈ સંપર્ક થયો નથી. પરિવારજનોએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે એજન્ટ અલ્પેશ પટેલ ફરાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ જ સિન્ડિકેટ દ્વારા અગાઉ યમન મોકલાયેલા ૧૦ જેટલા ગુજરાતીઓ પણ હજુ સુધી લાપતા છે.

