Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad /Man caught turning into fake CISF DSP for installing roof through red door

Ahmedabad / લાલ દરવાજાથી રોફ જમાવવા નકલી CISF DSP બનીને ફરતો યુવક ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad / લાલ દરવાજાથી રોફ જમાવવા નકલી CISF DSP બનીને ફરતો યુવક ઝડપાયો
સોર્સ : gstv

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) તરીકેની ખોટી ઓળખ આપતા એક યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી ફોર્સના જવાનો જેવા કપડાં પહેરીને ફરતો હતો અને લોકો પર રોફ જમાવવા માટે પેન્ટ પર CISFના DSPનું બનાવટી ઓળખપત્ર લગાવ્યું હતું. પોલીસે તેની પાસેથી નકલી ઓળખપત્ર સહિત કુલ 11,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

App Store

સરદાર બાગ પાસેથી શંકાસ્પદ યુવકની અટકાયત

મળતી વિગતો અનુસાર, 5 ઑક્ટોબરના રોજ લાલ દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. તેના આધારે પોલીસની ટીમે સરદાર બાગ પાસેથી ફોર્સ જેવા કપડાં પહેરીને ફરતા શંકાસ્પદ યુવકને અટકાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક લોકો સમક્ષ પોતે CISFનો DSP હોવાની ખોટી ઓળખ આપતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં આરોપી મૂળ પંજાબનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેનું પૂરું નામ અઝમા એ સિકંદર મોહંમદ અખ્તર કમ્બોઝ અને ઉંમર 31 વર્ષ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નકલી ID કાર્ડ સહિત 11,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

આરોપીની તપાસ દરમિયાન પોલીસને CISFના DSPનું બનાવટી ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ ફોન અને 1,120 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ 11,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કોઈ સરકારી અધિકારી કે રાજ્ય સેવક ન હોવા છતાં જાહેર સ્થળે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક કાર્યવાહી બાદ આરોપીને વધુ તપાસ માટે કારંજ પોલીસને સોંપ્યો હતો.

અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તેની તપાસ

કારંજ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેણે CISFના DSP તરીકેની ખોટી ઓળખ આપીને કોઈની પાસેથી નાણાં પડાવ્યાં છે કે અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી છે કે કેમ, તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.