Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD: Laborer caught with MD drugs worth ₹2.77 lakh from Rakhiyal, search for supplier begins

VIDEO: અમદાવાદ: રખિયાલમાંથી ₹૨.૭૭ લાખના MD ડ્રગ્સ સાથે મજૂર ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના રખિયાલ  પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી  ૨૫ વર્ષીય યુવકને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે... મોઈનુદ્દીન ઉર્ફે ફરદીન નામનો  છૂટક મજૂરી કરતો હતો. અને તેની પાસેથ ૨.૭૭ લાખની કિંમતનું ૯૨.૫૩૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે એક વનપ્લસ મોબાઈલ, સુઝુકી એક્સેસ સ્કૂટર, બે ડિજિટલ વજનકાંટા, ખાલી ઝિપલોક પાઉચ અને ૯ હજાર ૩૦૦ રૂપિયા રોકડા મળીને કુલ ૩ લાખ ૮૧ હજાર ૮૯૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી આ જથ્થો અબ્દુલ મારૂફ મહંમદ નઈમ અંસારી પાસેથી લાવતો હતો. હાલ પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

App Store